Sukanya Samriddhi Yojana 2024:નવીનતમ માર્ગદર્શિકા શું છે, શું સરકાર તમારું ખાતું રદ કરશે?

Sukanya Samriddhi Yojana 2024

Sukanya Samriddhi Yojana 2024:2024 વર્ષનો સપ્ટેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે, અને હવે ઓક્ટોબર મહિનો આજથી શરૂ થયો છે. દર મહિનાની જેમ ઓક્ટોબરની પહેલી તારીખે પણ ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સાનાં પૈસા પર પડે છે .

1 ઓક્ટોબરથી 2024 સુકન્યા સમૃદ્ધિ યોજના સંબંધિત નિયમો સહિત ઘણા બધા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી રહ્યા છે. આજની આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આજના આ લેખમા અમે તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું તો કૃપયા કરીને આ લેખને અંત સુધી વાંચો.

Sukanya Samriddhi Yojana 2024

ભારત દેશની કેન્દ્ર સરકાર કેટલાય વર્ષથી સુકન્યા સમૃદ્ધિ યોજના ચલાવી રહી છે. આ યોજના ખાશ કરીને દેશની દીકરીઓ માટે ચલાવવામાં આવી રહી છે અને અત્યારે કરોડો લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. 1 ઓક્ટોબર, 2024 થી, આ યોજનાનો એક મહત્વપૂર્ણ નિયમ બદલાયો છે, અને આ ફેરફાર 1 ઓક્ટોબર, 2024 થી અમલમાં મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત, પ્રથમ તારીખથી એટલે કે આજથી(1 ઓક્ટોબર, 2024) ફક્ત દીકરીઓના કાયદેસર વાલી જ આને ચલાવી શકશે.

આ યોજનાનાં નવા નિયમ અનુસાર, જો દીકરીનું SSY(ખાતું)એકાઉન્ટ કોઈ એવા વ્યક્તિ દ્વારા ખોલવામાં આવ્યું છે જે તેના કાયદેસર વાલી નથી, તો આ ખાતું હવે તેમણે કુદરતી(પોતાના) માતાપિતા અથવા કાનૂની વાલીને ટ્રાન્સફર કરવું પડશે. જો એકાઉંટ ટ્રાન્સફર કરવામાં નહીં આવે, તો તે દીકરીનું ખાતું કાયમ માટે બંધ થઈ જશે. તે જ સમયથી,ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર 7.1% ટકા રહેશે.

Sukanya Samriddhi Yojana 2024:યોજના વિશે

વર્ષ 2015માં નરેન્દ્ર મોદીએ બેટી પઢાવો બેટી બચાવો અભિયાન હેઠળ સુકન્યા સમૃદ્ધિ યોજના બહાર પાડવામા આવી હતી.આ યોજના સ્મોલ સેવિંગ સ્કીમમાં પણ સામેલ કરવામાં આવી છે. આ યોજનામાં હેઠળ માતા-પિતા કે વાલીઓ દીકરીઓના ભવિષ્ય માટે રોકાણ કરે છે જેથી ભવિષ્યમાં દીકરીઓના લગ્ન કે ભણતર સમયે કોઈ મુશ્કેલી ન આવે અથવા પૈસા ની તંગી નાં આવે.

આ રોકાણની રકમ પર કેન્દ્ર સરકાર તરફથી ઉંચુ વ્યાજ આપવામાં આવે છે. જ્યારે તમારી પુત્રી 21 વર્ષની વયની થાય ત્યારે આ યોજના પરિપક્વ થાય છે.સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક લઘુત્તમ ઓછામાં ઓછું રૂપિયા 250 અને વધુમાં વધુ રૂપિયા 1.5 લાખનું રોકાણ જરૂરી છે.આ યોજના એટલે કે સુકન્યા સમૃદ્ધિ યોજના આવકવેરા કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીના કર લાભો પણ પ્રદાન કરવામાં આવશે.આ યોજનામાં, જો જરૂરી હોય તો પાકતી રકમની મુદત પહેલા આ યોજનામાં ઉપાડની સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે.

Sukanya Samriddhi Yojana 2024:વિગતો

ખાતું ખોલનારમાતાપિતા અથવા વાલી
છોકરીની ઉમર 10 વર્ષથી ઓછી
પરિપક્વતા તારીખ21 વર્ષ
રોકાણનાં વર્ષો 15 વર્ષ
ન્યૂનતમ રોકાણ 250 રૂપિયા
મહતમ રોકાણ 1.5 લાખ રૂપિયા

Sukanya Samriddhi Yojana 2024:દસ્તાવેજો

  • યોગ્ય રીતે ભરેલું SSY ફોર્મ
  • બાળકી નું જન્મનું પ્રમાણપત્રની નકલ
  • બાળકીના માતાપિતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • બાળકીનાં માતાપિતાની ઓળખ અને રહેઠાણનો પુરાવો

મહત્વની લીંક

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ માટે અહીં ક્લિક કરો

Sukanya Samriddhi Yojana 2024 શું છે?

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 એ સરકાર સમર્થિત બચત યોજના છે જેનો ઉદ્દેશ્ય માતા-પિતાને તેમની દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે બચત કરવા પ્રોત્સાહિત કરવાનો છે. તે આકર્ષક વ્યાજ દરો અને કર લાભો પ્રદાન કરે છે, જે તેને લાંબા ગાળાના નાણાકીય આયોજન માટે એક સ્માર્ટ પસંદગી બનાવે 

Sukanya Samriddhi Yojana 2024 હેઠળ કોણ ખાતું ખોલાવી શકે છે?

કોઈપણ માતાપિતા અથવા કાનૂની વાલી તેમની પુત્રી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 હેઠળ ખાતું ખોલાવી શકે છે, જો તેણી 10 વર્ષથી ઓછી ઉંમરની હોય. તમે 2 ડિસેમ્બર, 2003 ના રોજ અથવા તે પછી જન્મેલી છોકરી માટે પણ ખાતું ખોલાવી શકો છો.

Sukanya Samriddhi Yojana 2024 માં લઘુત્તમ અને મહત્તમ કેટલા રોકાણની મંજૂરી છે?

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 માટે, તમે ઓછામાં ઓછી રકમનું રોકાણ કરી શકો છો તે દર વર્ષે ₹250 છે, જ્યારે મહત્તમ મર્યાદા વાર્ષિક ₹1.5 લાખ છે. આ સુગમતા તમને તમારી નાણાકીય પરિસ્થિતિ અનુસાર તમારી બચતનું સંચાલન કરવામાં મદદ કરે છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *